સુરતમાં મોપેડ સવાર મહિલા કોન્સ્ટેબલને ડમ્પરે અડફેટે લેતા મોત,9 વર્ષનો પુત્ર અને 7 માસની દીકરીએ માતા ગુમાવી.

સુરત(surat):રાજ્યભરમાં અકસ્માતના બનાવ ખુબ જ બની રહ્યા છે,હાલ સુરતમાંથી એક અકસ્માતનો બનાવ સામે આવી રહ્યો છે,અકસ્માત કરીને મહિલા પોલીસ કોન્સ્ટેબલને કચડી ભોગ લીધો હતો.,મહિલા કોન્સ્ટેબલ ડીસીપી ટ્રાફિક ઓફિસ ખાતે મીટિંગમાં જતાં હતા.

મળતી માહિતી મુજબ,સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં ચાર રસ્તા નજીક મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રેમિલાબેનનું અકસ્માતે મોત થયું હતું. સર્કલ પર ડમ્પર ચાલકે મોપેડ પર જતાં મહિલા કોન્સ્ટેબલને અડફેટમાં લઈ કચડી નાખતા  ખુબ જ દુખદ મોત થયું હતું.

કવાસ ગામમાં આવેલી ધર્મનંદન સોસાયટીમાં 31 વર્ષીય પ્રેમીલાબેન કમજીભાઈ નિનામા પરિવાર સાથે રહેતા હતા. 6 વર્ષથી પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા, ઇચ્છાપોર બાદ એમને ટ્રાફિક વિભાગની જવાબદારી સોપવામાં આવી હતી. આજે ડીસીપી ટ્રાફિક કચેરીએ મીટિંગમાં હાજરી આપવા જઇ રહ્યા હતા ત્યારે જ ડમ્પરે ટક્કર મારી કચડી નાખતાં પ્રેમીલાબેનનું મોત થયું હતું.

પ્રેમીલાબેનને હજુ 9 વર્ષનો દીકરો અને 7 માસની દીકરી છે,તેઓ મહીસાગર ના વતની છે,પ્રેમીલાબેનના  મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ અંતિમવિધિ માટે મૃતદેહ વતન મહીસાગર લઈ જવામાં આવ્યો હતો.,પ્રેમીલાબેનના આમ અચાનક મોતથી પરિવાર પર આભ તૂટ્યા જેવી સ્થિતિ થઇ હતી.પોલીસ સ્ટાફમાં પણ માતમ છવાઈ ગયો હતો.