જામનગરમાં હાર્ટ એટેકના કારણે દીકરાનું મોત થયા બાદ આઘાતમાં માતાનું પણ કરુણ મોત.

જામનગર(jamnagar):રાજ્યમાં મોતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલમાં વધુ એક મોતનો બનાવ સામે આવ્યો છે.,ઘટનામાં પરિવારના જુવાનજોધ દીકરાનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું,દીકરાના મોતના થોડા કલાક બાદ દુઃખમાં ને દુઃખમાં  માતાએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

મળતી માહિતી મુજબ,જામનગરના મહાલક્ષ્મી ચોક વિસ્તારમાં આવેલી નાગજીભાઈ વૈદ્યની 100 વર્ષ જૂની પેઢી કે હાલ તેનો પૌત્ર રાજ વલેરા દુકાનનું સંચાલન કરે છે અને તે આયુર્વેદિક દવા ની પેઢી ચલાવે છે.,સવારના સમયે  રાજને અચાનક જ યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. આ કારણસર દુકાનમાં જ તેનું મોત થઈ ગયું હતું.

પરિવારમાં જાણ થતા જ રાજને તરત જ હોસ્પિટલ પહોચાડવામાં આવ્યો હતો,ત્યાં ફરજ પરના તબીબે રાજને મૃત જાહેર કર્યો હતો,આ સમાચાર પરિવારને મળતા જ પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો  હતો,રાજના બહેન તેમજ માતાએ ખુબ જ આક્રંદ મચાવ્યો હતો.,તેથી આઘાતના ગરકાવ થયેલા માતાનું પણ અવસાન થતા આખું કુટુંબ હિબકે ચડ્યું હતું.

થોડા કલાકના અંતરમાં જ યુવાન પુત્ર અને માતા બંનેના મૃત્યુને લઈને બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં અને વેપારી વર્ગમાં શોકનું મોજું ફળી વળ્યું છે.