સુરતમાં કાપડની મિલમાં કામ કરતાં સુપરવાઈઝરનું હાર્ટ એટેક આવતા દુખદ મોત…3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી.

સુરત(surat):રાજ્યભરમાં હાર્ટ એટેકના બનાવ ખુબ સામે આવી રહ્યા છે,હાલમાં વધુ એક સુરતમાંથી હાર્ટ એટેકનો બનાવ સામે આવ્યો છે,સુરતના પાંડેસરા વિસ્તારમાં 43 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

હાલમાં મળતી માહિતી મુજબ,સુરતના પાંડેસરા વિસ્તારમાં 43 વર્ષના શુભરાજ દુરિયા એક કાપડની મિલમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા હતા. આ દરમિયાન અચાનક જ તેમને છાતીના ભાગમાં દુખાવો શરૂ થઈ ગયો હતો., ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા તેમનું મોત થઈ ગયું હતું.

સાથી કર્મચારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને તેમને સારવાર માટે તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે શોભરાજ ભાઈની તપાસ કરીને તેમને મૃત જાહેર કર્યા હતા,મોત થતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ઘટના થતા જ ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.