જાન્યુઆરીથી 10 ઓગસ્ટ સુધીમાં કોટામાં આત્મહત્યાના 20 કેસ નોંધાયા છે. તેમાંથી 13 વિદ્યાર્થી બે-ત્રણ મહિનાથી એક વર્ષથી ઓછા સમયમાં કોટા આવ્યા હતા. સાત વિદ્યાર્થીઓએ દોઢ મહિનાથી પાંચ મહિના પહેલાં કોચિંગ સંસ્થામાં એડમિશન લીધું હતું. આ સિવાય આત્મહત્યાના પ્રયાસના પણ બે કિસ્સા સામે આવ્યા છે.
મળતી જાણકારી મુજબ ,આદર્શ (18) રવિવારે સાંજે 7 વાગ્યે કુન્હાડીના લેન્ડમાર્ક વિસ્તારમાં તેના રૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. તે લેન્ડમાર્ક વિસ્તારમાં તે તેના ભાઈ અને બહેન સાથે ફ્લેટમાં રહેતો હતો.એએસપીએ જણાવ્યું હતું કે ફ્લેટમાં ત્રણ અલગ-અલગ રૂમ છે. રવિવારે ટેસ્ટ આપ્યા બાદ આદર્શ તેના રૂમમાં ગયો હતો.
સાંજે 7 વાગ્યે તેની બહેને તેને ખાવા માટે બોલાવ્યો હતો, પરંતુ તેણે જવાબ આપ્યો નહોતો. આ પછી તેણે પિતરાઈ ભાઈને ફોન કર્યો.બંનેએ લાંબો સમય દરવાજો ખખડાવ્યો, પણ કોઈ જવાબ ન મળ્યો. આ પછી બંને ભાઈ-બહેનોએ દરવાજો તોડી નાખ્યો.
આદર્શને ફાંસી પર લટકતો જોઈને બીજા ફ્લેટમાં રહેતા લોકોને જાણ કરી. આ પછી તેમણે તેને નીચે ઉતાર્યો પછી, MBS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. પરંતુ બચાવી શકાયો નહીં. ASPએ કહ્યું- હજુ સુધી કોઈ સુસાઈડ નોટ મળી નથી. માતા-પિતા આવ્યા બાદ રૂમની તપાસ કરશે.
પોલીસે કહ્યું- પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આદર્શ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટના ટેસ્ટમાં સતત ઓછા નંબર મેળવી રહ્યો હતો. 700માંથી તે માત્ર 250 માર્ક્સ જ હાંસલ કરી શક્યો હતો. માનવામાં આવે છે કે આ કારણે તેણે ફાંસી લગાવી લીધી. .