અમદાવાદમાં પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિને પતાવી નાંખ્યો,ફોનમાં રહેલા રેકોર્ડિંગ ક્લીપની મદદથી કેસ ઉકેલાયો ..

અમદાવાદ (Amdavad ):અત્યારે એવા અવનવા બનાવ સામે આવે છે જેને જોઇને લાગે છે કે ઘોર કલયુગ આવી ગયો છે .અમદાવાદ ગ્રામ્યના કણભામાં આવેલા એક ગામમાં એક યુવકની હત્યા થઇ હતી. જે કેસમાં પોલીસે તપાસ કરતા હત્યારાઓ અન્ય કોઇ નહિ પણ મૃતકની જ પત્ની અને મિત્ર હોવાનું સામે આવ્યુ હતુ.

મળતી જાણકારી મુજબ ,મુળ ઉત્તરપ્રદેશનો હાકિમસિંગ યાદવ (ઉ.39) તેની પત્ની કિરણદેવી અને ચાર સંતાનો સાથે વતનમાં રહેતો હતો. હાકિમસિંગની પત્ની કિરણદેવીએ ગામના સર્વેશસિંહ યાદવની સિક્યોરિટી કંપની અમદાવાદમાં ચાલતી હોવાથી ત્યાં નોકરી કરવા હાકિમસિંગને મોકલ્યો હતો.

એ જ એસ્ટેટમાં હાકિમસિંગના બાજુના ગામનો દિપુ શાક્યા (ઉ.20) પણ નોકરી કરતો હતો.હાકિમસિંગ ગત તા. 8મી ઓગષ્ટે અમદાવાદ આવ્યો હતો. ત્યારે બાદમાં 21મીએ ગ્રામ્ય પોલીસે હાકિમસિંગની પત્નીએ ફોન કરીને જાણ કરી કે હાકિમસિંગને કોઇ ઇજાઓ પહોંચતા હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યુ છે.

જેથી હાકિમસિંગના પરિવારજનોને પણ આ અંગેની જાણ થતાં તમામ લોકો અહીં આવી પહોંચ્યા હતા. તેવામાં હાકિમસિંગના ફોનમાંથી કેટલીક ઓડિયો ક્લીપ મળી હતી.હાકિમસિંગની પત્ની અને દિપુ બંનેની વાતચીતના ત્રીસેક અંશ હતા જે સાંભળતા હત્યા પાછળ દિપુ અને કિરણદેવીનો હાથ હોવાનું સામે આવ્યું હતું. જેથી કણભા પોલીસે આ મામલે દિપુ અને કિરણદેવી સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.