અમદાવાદ(Amadavad):રાજ્યભરમાં એટેકના બનાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલમાં જ એક અમદાવાદમાંથી એટેકનો બનાવ સામે આવ્યો છે,અમદાવાદમાં એક યુવકને એટેક આવ્યો હોવાની ઘટના સામે આવી છે, રાજસ્થાન તીર્થ યાત્રા પરથી પરત ફરી રહ્યો હતો, ત્યારે બસમાં તેને અચાનક જ હાર્ટએટેક આવ્યો છે.
મળતી માહિતી અનુસાર,હર્ષ સંઘવી નામનો યુવક પોતાના પરિવાર સાથે રાજસ્થાન તીર્થયાત્રા પર ગયો હતો.,જ્યારે રાજસ્થાન તીર્થયાત્રા પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક જ તેને બસમાં એટેક આવતા તેનું મોત નીપજ્યું છે.હર્ષનું આમ અચાનક જ મોત થવાથી પરિવાર ઊંડા આઘાતમાં ગરકાવ થયો હતો.
મળતી મહીતી અનુસાર હર્ષને હજુ 2 જ વર્ષનો પુત્ર છે,નાની ઉમરમાં હાર્ટ એટેકના બનાવ ખુબ જ વધી રહ્યા છે.
આ 8 લક્ષણો દેખાય તો એ હાર્ટ અટેક આવવાના સંકેત હોઈ શકે છે
- યૂરિનમાં ફીણ સમજી લઇએ છીએઃ કિડનીનો રોગ
- ગરદન અથવા પીઠમાં દુખાવો સમજી લઇએ છીએઃ સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ
- પગમાં સોજો સમજી લઇએ છીએઃ કિડનીમાં તકલીફ
- શ્વાસ લેવામાં તકલીફ સમજી લઇએ છીએઃ અસ્થમા
- દાંતમાં દુખાવો
- ચક્કર અને થાક
- વધુ નસકોરા બોલવા
- બહુ પરસેવો થવો