વડોદરામાં એકના એક દીકરાનું હાર્ટ એટેક આવતા દુખદ મોત,એક વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી…

વડોદરા(Vadodara):રાજ્યભરમાં હાર્ટ એટેકના બનાવ ખુબ જ બની રહ્યા છે,હાલમાં વડોદરામાંથી વધુ એક યુવકનો હાર્ટ એટેકનો બનાવ સામે આવ્યો છે.જેમાં એક વર્ષની દીકરીના પિતાને હાર્ટ એટેક આવતા મોત થયું છે.

મળતી માહિતી મુજબ,મૂળ બોરસદનો 24 વર્ષીય વિજય વાઘોડિયાના મઢેલી ગામ ખાતે પોલ્ટ્રી ફાર્મમાં કામ કરતો હતો.પરિવારમાં તેની પત્ની જ્યોત્સના તેમજ એક વર્ષની બાળકી દીક્ષા સાથે છેલ્લા 8 મહિનાથી પોલ્ટ્રી ફાર્મમાં રહેતો હતો. આ ફાર્મની દેખભાળ કરીને તે પોતાનું ગુજરાન ચલાવતો હતો.

વિજય માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તે પોતાના માતા-પિતાથી દૂર રહી મઢેલી ગામ ખાતે આવેલ પોલ્ટ્રી ફાર્મમાં રહેતો હતો,અને માતા પિતાને આર્થિક સહાય કરતો હતો,બુધવારે સવારે વિજય રાબેતા મુજબ ફાર્મની અંદર કામ કરી રહ્યો હતો. ત્યારે એકાએક તેને ચક્કર આવતાં અને ગભરામણ થતાં નીચે પડી ગયો હતો.

તાત્કાલિક પત્ની તેમજ ફાર્મમાં કામ કરતા અન્ય લોકો વિજયને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઇ ગયા હતા.ટુકી સર્વરમાં જ વિજયનું મોત થતા પત્નીએ હૈયાફાટ રુદન કર્યું હતું,વિજયના આમ અચાનક એટેકથી  વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.