અમદાવાદમાં યુવકનું હાર્ટ એટેક આવતા કરુણ મોત…2 વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી…

અમદાવાદ(Amadavad):રાજ્યભરમાં એટેકના બનાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલમાં જ એક અમદાવાદમાંથી એટેકનો બનાવ સામે આવ્યો છે,અમદાવાદમાં એક યુવકને  એટેક આવ્યો હોવાની ઘટના સામે આવી છે,  રાજસ્થાન તીર્થ યાત્રા પરથી પરત ફરી રહ્યો હતો, ત્યારે બસમાં તેને અચાનક જ હાર્ટએટેક આવ્યો છે.

મળતી માહિતી અનુસાર,હર્ષ સંઘવી નામનો યુવક પોતાના પરિવાર સાથે રાજસ્થાન તીર્થયાત્રા પર ગયો હતો.,જ્યારે રાજસ્થાન તીર્થયાત્રા પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક જ તેને બસમાં એટેક આવતા તેનું મોત નીપજ્યું છે.હર્ષનું આમ અચાનક જ મોત થવાથી પરિવાર ઊંડા આઘાતમાં ગરકાવ થયો હતો.

મળતી મહીતી  અનુસાર  હર્ષને હજુ 2 જ વર્ષનો પુત્ર છે,નાની ઉમરમાં હાર્ટ એટેકના બનાવ ખુબ જ વધી રહ્યા છે.

આ 8 લક્ષણો દેખાય તો એ હાર્ટ અટેક આવવાના સંકેત હોઈ શકે છે
  • યૂરિનમાં ફીણ સમજી લઇએ છીએઃ કિડનીનો રોગ
  • ગરદન અથવા પીઠમાં દુખાવો સમજી લઇએ છીએઃ સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ
  • પગમાં સોજો સમજી લઇએ છીએઃ કિડનીમાં તકલીફ
  • શ્વાસ લેવામાં તકલીફ સમજી લઇએ છીએઃ અસ્થમા
  • દાંતમાં દુખાવો
  • ચક્કર અને થાક
  • વધુ નસકોરા બોલવા
  • બહુ પરસેવો થવો