રાજકોટમાં પાંચમુ ભણતા 10 વર્ષીય બાળક શાળામાં રમતા રમતા પડી જતા રહસ્મય રીતે મોત.. માતા પિતાનો એકનો એક પુત્ર હોવાથી આભ ફાટ્યા જેવી સ્થિતિ

રાજકોટ (Rajkot ):ઘણી વખત માણસની ઉપર અણધારી મુસીબત પણ આવી પડતી હોય છે. ત્યારે રાજકોટ શહેરની અંદર એક દસ વર્ષના બાળકનું રહસ્ય રીતે મૃત્યુ થતાં ભારેે હાહાકાર મચી ગયો છે. પાંચમુ ભણતા 10 વર્ષીય બાળક શાળામાં રમતા રમતા પડી જતા રહસ્મય રીતે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે .પોલીસની પ્રાથમિક તપાસની અંદર મૃત્યુ પામેલા બાળકના પરિવારની સાથે રાજકોટ મોરબી હાઇવે ઉપર આવેલી હડાળા ગામની અંદર રહેતો હોવાનું સામે આવી રહ્યો છે.

વધુમાં મળતી જાણકારી મુજબ , મોરબી રોડ પર આવેલી અર્પિત સ્કૂલમાં ધોરણ-5માં અભ્યાસ કરતાં પ્રિન્સ મારું નામનો 10 વર્ષીય બાળક શાળામાં રમતા રમતા પડી જતા માથાના ભાગે બેન્ચ લાગી જતાં પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. ઉલ્લેખનીય છે કે, મૃતક બાળક તેના માતા પિતાનો એકનો એક પુત્ર હોવાનું સામે આવ્યું છે.તેમજ મૃત્યુ પામેલા પિતા રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું જીવન ચલાવી રહ્યા હતા તેવું પણ સામે આવી રહ્યું છે. અત્યારે ચેતન મારું અને તેના પત્નીએ એકના એક સંતાનને નાની ઉંમરમાં ગુમાવ્યો હોવાનો વારો આવ્યો છે.હાલ બાળકના આકસ્મિત મોતથી પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે.