ગુજરાતમાં નેતાઓને હવે લાખોમાં મળશે પગાર , લોકસભા પહેલાં જ લ્હાણી.. પોપટ ભૂખ્યો ય નથી ને તરસ્યો ય નથી …

સરકાર સારી રીતે જાણે છે કે હાલમાં ભાજપનું શાસન છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદો પર તેમના જ નેતાઓ બેઠેલા છે.  લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તે જોતાં ચૂંટાયેલાં જનપ્રતિનીધીઓને પ્રજા વચ્ચે જવા હાઇકમાન્ડે સૂચના આપી છે.

એક બાજુ ફિક્સ વેતનધારકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ ચૂંટાયેલાં જનપ્રતીનિધીઓના પ્રવાસ ભથ્થામાં જબરદસ્ત વધારો કરી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકારે તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખના પ્રવાસ ભથ્થામાં 30થી 40 ટકાનો વધારો કર્યો છે.

ગુજરાતમાં મોટાભાગની જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો પર ભાજપનું શાસન છે. ભાજપના નેતાઓને સુવિધાના નામે પગારમાં વધારો કરાયો છે.જોકે, તાલુકા અને જીલ્લા પંચાયતના પ્રમુખો મોઘવારીનું કારણ ધરીને લોકો વચ્ચે સુધી પહોંચતા ન હતાં. પેટ્રોલ- ડિઝલના ભાવ વધી રહ્યા છે. વાહનોના મરામતનો ખર્ચ વધી રહ્યો છે. આ બધાય પાસાને ધ્યાનમાં રાખીને પ્રવાસ ભથ્થાની રકમમાં વધારો કર્યો છે , પણ આ મામલો વિવાદ પકડે તો પણ નવાઈ નહીં.

આગામી સમયમાં લોકસભા આવી રહી છે આ સમયે ભાજપ સરકાર સામે વિરોધને પગલે સરકાર ભિંસમાં મૂકાય તો પણ નવાઈ નહીં. સરકારે હાલમાં જ તાલુકા પંચાયત પ્રમુખને રૂા.૬૦ હજાર, જિલ્લા પંચાયત પ્રમુખને ૧.૩૦ લાખ પ્રવાસ ભથ્થુ ફાળવવાનો નિર્ણય લીધો છે. લોકસભા પહેલાં પ્રમુખો પ્રવાસ કરે એ જરૂરી છે પણ એમને ભથ્થાઓ ઓછા હોવાનું ગણાવી વિરોધ કરતાં સરકારે આ ભથ્થાઓમાં 30થી 40 ટકાનો વધારો કરી દીધો છે.