અમદાવાદમાં 17 વર્ષની સગીરા સાથે વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું, આરોપીનો પિતા પણ અડપલાં કરતો

અમદાવાદ(Amadavad):આજ કાલ દીકરીના ઉછેરને લઈને દિવસે ને દિવસે મુશ્કેલી વધતી જાય છે,હાલ વધુ એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે.ડેડીયાપાડા તાલુકાની 17 વર્ષની આદિવાસી સગીરા સાથે વિધર્મી આરોપીએ પોતાની ઓળખ છુપાવી લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું. જે બાદ વીડિયો બનાવી વાઇરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરતો હતો. આરોપીનો પિતા પણ સગીરા સાથે અડપલાં કરતો હતો.

મળતી માહિતી મુજબ,ભોગ બનનાર સગીરાના પિતાએ  ફરિયાદ કાર્ય મુજબ તેને જણાવ્યું હતું કે, તેમની દીકરી ધોરણ-12ની બોર્ડની પરીક્ષા આપવા ગઈ હતી. જે દરમ્યાન વિધર્મી આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે ભાવિન શબ્બીર પઠાણે સગીરાને બોર્ડની પરીક્ષાનું છેલ્લું પેપર આપવા નહીં દઈને લલચાવી, ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું.

આ ચુકાદામાં પોક્સો એક્ટ હેઠળ સજા કરવામાં આવી છે. જેમાં આ આરોપી પોતે વિધર્મી હોવા છતાં હિન્દુ ઓળખ અને નામ આપી યુવતીઓની સાથે બળાત્કાર કરતો હતો. 10 વર્ષ પહેલાં નાંદોદ તાલુકાના એક ગામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેનાથી એક પુત્રીનો પણ જન્મ થયો હતો. જેની ઉંમર હાલ સાત વર્ષની છે. ત્યાર પછી આ આરોપીએ યુવતીને અને તેની બાળકીને  છેતરીને છોડી ભાગી ગયો હતો.