સુરતના યોગીચોકમાં ઘરની ગેલરીમાં પગ સ્લિપ થતાં 15 વર્ષની કિશોરી ત્રીજા માળેથી નીચે પટકાઈ,દીકરીને જોઈ માતા પણ ઢળી પડી.

સુરત(surat):સુરતના યોગીચોક વિસ્તારમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે,વરાછા યોગી ચોક વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ત્રીજા માળે ગેલરીમાં પગ સ્લિપ થતાં કિશોરી નીચે પટકાઈ હોવાના સીસીટીવી સામે આવ્યા છે.

ગ્રાઉન્ડ ફ્લોર પર મેઈન ગેટની અંદર બાંકડા ઉપર બેઠેલા વૃદ્ધો કિશોરીને નીચે પડતાં જોઈ ચોંકી ગયા હતા. કિશોરીને પટકાયેલી જોઈ માતા બેભાન થઈ  પડી જવાનાં દૃશ્યો પણ સીસીટીવીમાં જોવા મળે છે. બાદમાં કિશોરીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

તુલસી પાર્ક સોસાયટીમાં કિશોરી ત્રીજા માળેથી નીચે પડી ત્યારે  તેનું માથું સીધું નહોતું પટકાયું પરંતુ હાથ પહેલા રોડ પર અથડાયા હતા. જેથી હાથમાં વધારે ઈજા છે.,માથામાં પણ ગંભીર ઈજાઓ થઈ છે.

દીકરી નીચે પડી હોવાની જાણ થતાં માતા પણ દોડી આવી હતી. દીકરીને જોઈ માતા પણ બેભાન થઈ ઢળી પડી હતી. ત્યારબાદ કિશોરીને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પરંતુ વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. કિશોરી ધોરણ 10માં અભ્યાસ કરે છે.