સુરતના યોગીચોક વિસ્તારમાંથી હદય થંભાવી દે તેવી ઘટના :પગ સ્લિપ થતાં કિશોરી ત્રીજા માળેથી નીચે પટકાઈ, જુઓં સમગ્ર ઘટના CCTVમાં કેદ..

સુરત (Surat ):સુરતમાં આજે હ્રદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. એક કિશોરી ત્રીજા  માળેથી નીચે પટકાઇ ગઇ છે. સુરતના  યોગી ચોક વિસ્તારમાં આવેલા તુલસી રો-હાઉસમાં આ દુર્ઘટના બની છે.

મળતી જાણકારી મુજબ , સુરતના વરાછાના યોગી ચોક વિસ્તારની તુલસી રો હાઉસમાં  રહેતી કિશોરી પોતાના ઘરના ત્રીજા માળની ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી. તેના માથામાં ગંભીર ઈજાઓ થઈ છે અને હાથના ભાગે વધુ ઈજાઓ થઈ છે. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે.

સરથાણા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર આ ઘટના ગત શનિવારે 11 વાગ્યે બની હતી. દીકરી નીચે પડી હોવાની જાણ થતાં માતા પણ દોડી આવી હતી અને બેભાન થઈ ઢળી પડી હતી. સીસીટીવી પ્રમાણે, તુલસી રો હાઉસમાં  કિશોરી ત્રીજા માળેથી નીચે પટકાઈ ત્યારે તેણીનું માથું સીધું નહોતું પટકાયું પરંતુ હાથ પહેલા રોડ પર અથડાયા હતા. જેથી હાથમાં વધારે ઈજા છે. માથામાં પણ ગંભીર ઈજાઓ થઈ છે. ગેટ પાસેના CCTVમાં આખી ઘટના કેદ થઈ હતી. બાંકડાઓ પર બેઠેલા વૃદ્ધ બાળકીને નીચે પટકાતાં જોઈ ચોંકી ગયા હતા.

જો કે, તાત્કાલિક ઇજાગ્રસ્ત કિશોરીને ઉઠાવી હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ બાળકી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું પોલીસે જણાવ્યું છે.