પરીક્ષા આપવા જઈ રહેલી 19 વર્ષની યુવતીનો અકસ્માત થતા મોત,પરિવારે જુવાન દીકરી ગુમાવી.

રાજ્યભરમાં અકસ્માતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ વધુ એક ઘટના અકસ્માતની સામે આવી છે,જેમાં 19 વર્ષની જુવાન દીકરીનું મોત નીપજ્યું છે,યુવતી પોતાની બહેનપણી સાથે બીએના બીજા વર્ષની પરીક્ષા આપવા જતી હતી. ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો અને તેનું કરુણ મોત થયું હતું.

મળતી માહિતી પ્રમાણે મૃતક યુવતીનું નામ રાખી છે,સવારે 10:00 વાગ્યાની આસપાસ રાખી પોતાની બહેનપણી સાથે કોલેજ જવા માટે નીકળી હતી.,કોલેજમાં પરિક્ષા  ચાલતી હોવાથી રાખી પરિક્ષા આપવા માટે જતી હતી, રાખી પોતાની બહેનપણી સાથે ગામની બહાર નીકળીને રોડની સાઈડમાં બસની વાટે ઉભી હતી. આ દરમિયાન એક ઝડપી કારે રાખીને જોરદાર ટક્કર લગાવી હતી.,ને મોટો અકસ્માત સર્જાયો હતો.

રાખી ફંગોળાઈને રોડની બાજુના ખાડામાં પડી હતી.  તે  ખુબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.,અકસ્માત સર્જાતા કાર ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો,તાત્કાલિક રાખીને હોસ્પિટલ ખસેડાઈ હતી,પરંતુ ત્યાં ટુકી સારવાર બાદ રાખીનું મોત થયું હતું.

ત્યારબાદ પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે. આ અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશમાંથી સામે આવી રહી છે.