વડોદરાના પાદરામાં અજાણ્યા શખસોએ શ્રમજીવી પતિ-પત્નીને ધારિયાના ઘા ઝીંકી,બન્નેની લાશ કેનાલમાં ફેંકી દીધી!

વડોદરા(vadodara):રાજ્યભરમાં હત્યાના બનાવ ખુબ જ બની રહ્યા છે,હાલ વડોદરામાં ખુબ જ ક્રૂર હત્યાનો બનાવ સામે આવ્યો છે.,પાદરા તાલુકાના ગણપતપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલના કિનારે પતરાંનું છાપરું બનાવી દંપતી રહેતું હતું. પતિ-પત્ની કચરો ભેગો કરી વેચીને જે રૂપિયા મળતા તેમાંથી ગુજરાન ચલાવતા હતાં. જોકે, ગત મોડી રાત્રે કોઈ અજાણ્યા શખસોએ દંપતી પર ધારિયાના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.

મળતી માહિતી મુજબ, પલીસે માહિતી આપી હતી કે,પાદરા તાલુકાના ગણપતપુરા પાસેથી પસાર થતી કેનાલના કિનારે ઝૂંપડું બાંધી રહેતા 55 વર્ષના  રમણ ફતેસિંહ સોલંકીઅને 53 વર્ષીય પત્ની ધનીબેન ઉર્ફ ગગીબેન સોલંકી રહેતાં હતાં. તેઓ કચરો-ભંગાર ભેગો કરી તે વેચીને ગુજરાન ચલાવતા હતા.મોડીરાત્રે કોઈ અજાણ્યા હત્યારાઓએ ઝૂંપડાની બહાર સૂઇ રહેલા સોલંકી દંપતી ઉપર ધારિયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધું હતું. બંનેની લાશને હત્યારાઓએ લોહીથી લથપથ ગોદડીમાં લપેટીને કેનાલમાં ફેંકી ભાગી ગયા હતા.

હત્યારાઓએ જે હથિયારથી દંપતીની હત્યા કરી હતી તે ધારિયું ઘટનાસ્થળેથી મળી આવ્યું હતું. હત્યારાઓએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાનું જણાય છે. ઘટના સ્થળ પાસથી ભેજાના માસના લોચા પડેલા જણાઇ આવ્યા હતા.,શ્રમજીવી દંપતીની હત્યા કર્યા બાદ કેનાલમાં ફેંકી દેવાયેલી લાશો સ્થાનિક તરવૈયાઓ દ્વારા બહાર કઢાવવામાં આવી છે. દંપતીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાદરા સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.