પત્નીના આપઘાત કર્યા બાદ પતિએ પણ ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું,જાણીને ચોકી જશો.

રાજ્યભરમાં દિવસે ને દિવસે આપઘાતના બનાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,લોકોની સહન શક્તિમાં ખુબ જ ઘટાડો થઇ રહ્યો છે,હાલમાં જ એક પતિ પત્નીના આપઘાતનો  બનાવ સામે આવી રહ્યો છે,આ બનાવ મધ્યપ્રદેશના ભોપાલમાંથી સામે આવ્યો છે.

આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ નરેશ હતું અને તેની પત્નીનું નામ રીટા હતું. મારતા પહેલા રીટાએ  એક નોટ લખી હતી,સુસાઇડ નોટમાં રીટાએ લખ્યું હતું કે, તમામ પ્રયાસો થતા પણ નરેશ સુધારવા માટે તૈયાર નથી. ખર્ચ માટે પૈસા આપતા નથી.તેઓ મારા પર પણ ધ્યાન આપતા નથી.

રીટાએ કેસ કર્યો હોવા છતાં પણ તે સુધરવા તૈયાર નથી,વધુમાં રીતાએ લખ્યું હતું કે,કોર્ટમાંથી કાઉન્સિલિંગ બાદ અમે બંને સાથે રહેવા માટે સહમત હતા. આ વખતે બધું સારું થઈ જશે એવી આશાએ હું ફરીથી એની સાથે રહેવા માટે તૈયાર થઈ હતી. પરંતુ આવું થયું નહીં. નરેશ હજુ પણ ત્રાસ આપે છે.

તેઓ મારા પર શંકા કરીને મારી ધુલાઈ કરે છે. હું થાકી ગઈ છું. હવે મારામાં સહનશક્તિ નથી હોતી. એટલે હું કાયમ માટે જવું છું. મારા મૃત્યુ પાછળ નરેશ જવાબદાર છે.આ નોટ લખીને રીટાએ સુસાઈડ કરી લીધું હતું.,પછી પતિઓઆએ તરત જ ગળાફાસો લગાવીને મોતને વ્હાલું કર્યું હતું.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે એવું અનુમાન લગાવ્યું છે કે પત્નીના મોત બાદ પતિએ સુસાઇડ કરી લીધું હશે.,પતિ પત્ની બંને ની લાશ રૂમમાંથી લટકતી હાલતમાં જોવા મળી હતી,બપોરના અરસામાં રૂમમાંથી કઈ જ અવાજ ન આવતો હોવાથી નરેશની માતાએ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો,દરવાજો કોઈએ ન ખોલતા માતાએ તેના બીજા દીકરાને ઘરે બોલાવ્યો હતો,દીકરાએ બારણું તોડતા બંને ની લાશ મળી હતી.