રાજકોટ(Rajkot):રાજ્યમાં આપઘાતના બનાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલમાં વધુ એક રાજકોટમાંથી આપઘાતનો બનાવ સામે આવી રહ્યો છે,ઘટનામાં એક યુવકે અગમ્યા કારણોસર ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. મૃત્યુ પામેલા યુવકનું નામ ઋત્વિક ભરતભાઈ મેટલીયા હતું અને તેની ઉંમર 19 વર્ષની હતી.
મળતી માહિતી અનુસાર,મૃત્યુ પામેલા યુવકનું નામ ઋત્વિક ભરતભાઈ મેટલીયા હતું અને તેની ઉંમર 19 વર્ષની હતી., ઋત્વિક લિંબડી પથકના ચોકી ગામમાં રહેતો હતો. મળતી માહિતી અનુસાર ઋત્વિકે લોધિકા નજીક આવેલ રાતેયા ગામની સીમામાં ઝાડ પર લૂંગી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.
21 સપ્ટેમ્બર ના રોજ તે પોતાની કોલેજના પ્રિન્સિપલ ને ઘરે જવાનું કહીને કોલેજમાંથી નીકળી ગયો હતો.,અને અચાનક જ ઋત્વિકે આવું પગલું ભર્યું હતું,ઘટના સ્થળે તાત્કાલિક પોલીસ દોડી આવ્યા હતા અને મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યું હતું,ઋત્વિકના અચાનક જ આવા નિર્ણય થી પરિવાર ઊંડા આઘાતમાં ગરકાવ થયો હતો.
ઋત્વિકે દશા માટે આવું પગલું ભર્યું એ હજુ બહાર આવ્યું નથી,પોલીસે કારણ જાણવા માટેની કામગીરી હાથ ધરી છે.