સુરતમાં આવેલી કંપનીમાં કામ કરતા 19 વર્ષના યુવકનું કંપનીમાં કમ્પ્રેસર નો પાઈપ ફાટતા મોત.

સુરત(Surat):રાજ્યભરમાં મોતના બનાવ માં ખુબ જ વધારો થઇ રહ્યો છે,ત્યારે સુરતમાંથી વધુ એક મોતનો બનાવ સામે આવ્યો હતો,સુરતના સોસીયો સર્કલ પાસે આવેલી કંપનીમાં અઠવાડિયા અગાઉ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં કમ્પ્રેસર ની પાઇપ ફાટવાની સાથે સાથે કમ્પ્રેસર ની ટાંકી માથે પડી હતી.

મળતી માહિતી મુજબ,સોસીયો સર્કલ પાસે આવેલી જ્યોતિ ક્રાફ્ટ નામની કંપનીમાં કમ્પ્રેસર નો પાઈપ ફાટી ગઈ હતી. જેથી જેઠરામ નામનો યુવક આઠ દિવસ પહેલા જ નોકરી પર લાગ્યો હતો. જેને ગંભીર ઈજાઓ પહોંચી હતી,સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

નાની ઉમરે મોત થવાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું,જેઠરામ હજુ આઠ દિવસ પહેલા જ નોકરી પર લાગ્યો હતો.