રાજકોટમાં મોડી રાત્રે છરીના ઘા ઝીંકી યુવકની હત્યા,વચ્ચે પડેલા પિતાને પણ લોહીલુહાણ કર્યા.

રાજકોટ(Rajkot):રાજ્યભરમાં હત્યાના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ વધુ એક બનાવ રાજકોટમાંથી સામે આવ્યો છે,રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના રૈયા રોડ પર આઝાદ ચોક નજીક ઈંડાંની લારી ચલાવતા યુવાન પર બે શખસે આવી બોલાચાલી કર્યા બાદ છરી વડે હુમલો કરી હત્યા કરી દીધી હતી.

મળતી માહિતી મુજબ,આઝાદ ચોકમાં ઈંડાંની લારી ચલાવતા યુવાનને છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી છે. મૃતકનું નામ 30 વર્ષના જુનેદ ઉર્ફે રિંકલ રમઝાનભાઈ કચરા  હોવાનું સામે આવ્યું છે. જ્યારે આરોપીઓમાં અરબાઝ રૂસ્તમ શેખ અને રિયાઝ સુમરા અને તેની સાથેના અજાણ્યા શખસોનાં નામ સામે આવ્યાં છે.

પૈસાની લેતીદેતી મામલે બોલાચાલી થયા બાદ બન્યો હોવાની શક્યતા છે.હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આરોપીઓ વિરુદ્ધ હત્યા સહિતની અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.