સુરતમાં 20 ફૂટ ઉંડી ગટરમાં ઉતરેલા 20 વર્ષીય યુવકનું મોત,અન્ય યુવતી સહિત 4 લોકો ગૂંગળાયા.

સુરત(surat):દિવસે ને દિવસે મોતની સંખ્યામાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલ સુરતમાંથી વધુ એક મોતનો બનાવ સામે આવ્યો છે,સુરત પાલ- ગૌરવપથ રોડ પર ખેતર માટે પાણી ખેંચવા ગટરમાં ઉતરેલા 4 લોકોને ગૂંગળામણ થઈ હતી. જેમાં એક યુવતીનો પણ સમાવેશ થાય છે. ગટરમાં ઉતરેલા લોકોનો સંપર્ક ન થતાં  તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ફાયર વિભાગે જલ્દીથી કામગીરી હાથમાં લીધી હતી. જેમાંથી 3 લોકોને ગંભીર હાલત હોવાથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે એક વ્યક્તિનું મૃત્યુ નીપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

સુરત જિલ્લાના બરબોધન ગામના રહેવાસી 20 વર્ષીય દર્શન સોલંકી સુરતના ગૌરવ પથ રોડ નજીક આવેલા ટી.આર. દેસાઈ નામના વ્યક્તિના ખેતરમાં કામ કરતો હતો. ત્યારે ખેતરમાં પાણી માટે પાલિકાની ગટરમાંથી મોટર વડે પાણી કાઢતા હતા. જોકે લાઇન કઈ આડે આવી ગયું હોવાથી 20 ફૂટ ઊંડી ગટરમાં ઉતર્યો હતો. તેથી તેને ગૂંગળામણ થવા લાગી હતી, ત્યારબાદ એનો સંપર્ક નહીં થતા એક પછી એક એમ યુવતી સહિત બીજા ત્રણ લોકો ગટરમાં ઉતર્યા હતા અને ચારેય બેભાન થઈ ગયા હતા.

ફાયરના જવાનોએ ખૂબ જ ઓછા સમયમાં ચારેયને બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. 40 વર્ષીય ચંદુભાઈ ધારસિંગ ગોહિલ, 20 વર્ષિય મનીષભાઈ ભરતભાઇ રાઠોડ અને અસ્મિતાબેન ધારસિંગ ગટરમાં ઉતર્યા હતા.,જ્યાં એક 20 વર્ષીય યુવકનું મોત તઃયું હતું.,મૃતક દર્શનના પરિવારમાં શોકની માહોલ છવાઈ ગયો છે. બે પુત્રો અને એક પુત્રીના પિતાએ કહ્યું હતું કે, દર્શન બીજા નંબરનો દીકરો હતો અને લાડકો હતો.