મિત્રો સાથે કારમાં જતા 23 વર્ષના યુવકનું અકસ્માતમાં દર્દનાક મોત…પરિવાર ઊંડા આઘાતમાં ગરકાવ થયો.

રાજ્યભરમાં અકસ્માતના બનાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે,આ ઘટનામાં તેના મિત્રોની નજર સામે જ એક મિત્રનું કમકમાટી ભર્યું મોત થયું છે.

તે પોતાના ચાર મિત્રો સાથે કારમાં જઈ રહ્યો હતો. આ દરમિયાન તે કારની પાછળની સીટમાં બેઠેલો હતો અને એક મિત્ર કાર ચલાવી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં ટોલ પ્લાઝા પાસે અચાનક જ કાર બે કાબુ બની ગઈ હતી. જેના કારણે બેકાબુ બનેલી કાર પલટી ખાઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર,અકસ્માતની ઘટનામાં અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.ઘટનામાં કારમાં બેઠેલા 23 વર્ષના યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું.

ઘટના બનતા જ પરિવારના લોકો તાત્કલિક હોસ્પિટલ પહોચી ગયા હતા,અને પોલીસની ટીમ પણ આવી પહોચી હતી,અને તાત્કલિક કેસ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી,પરિવારના જુવાન દીકરાનું આમ મોત થતા પરિવાર પર આભ તૂટ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.