વડોદરામાં જુવાનજોધ દીકરાનું નિધન થતા પરિવારે અંગદાન કરીને માનવતા મહેકાવી… 5 લોકોને મળશે નવજીવન.

વડોદરા(vadodara):અંગદાન એ મહાદાન છે,વડોદરાની સયાજી હોસ્પિટલમાં યુવકને બ્રેઈન હેમરેજ થતા બે દિવસથી સારવાર ચાલી રહી હતી. આખરે પરિવારના સભ્યો દ્વારા દીકરાના અંગોનું દાન કરવા માટે સહમતી બદાવી હતી. આ દરમિયાન યુવકની બે કિડની, બે આંખો અને 1 લીવરનું દાન કરી 5 અન્ય લોકોના જીવનમાં પ્રકાશ પાથર્યો હતો.

મળતી માહિતી અનુસાર,સયાજી હોસ્પિટલ દ્વારા અંગદાનની જાણ કરતા અમદાવાદની સરકારી સંસ્થા દ્વારા આ યુવકની બે કિડની, બે આંખો અને લીવરને ગ્રીન કોરિડોર કરી અમદાવાદની આઈ.કે.ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

આ યુવકને નાની ઉંમર બ્રેઈન હેમરેજ થતા પરિવારજનો દ્વારા અન્ય લોકોમાં તેનો પ્રકાશ ફેલાય તે માટેનું ઉત્તમ કામ કરવામાં આવ્યું છે. મેડિકલ ટીમ દ્વારા ગ્રીન કોરિડોર બનાવી તેના અંગોને લઈ જવામાં આવ્યા હતા. આ સાથે તેના અંગોનું દાન કરી અંગદાન મહાદાનના વાક્યને સાર્થક કરી અન્યની જિંદગીમાં પ્રકાશ પાથર્યો હતો.