સુરેન્દ્રનગરમાં દોડતા દોડતા 25 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવતા કરુણ મોત…યુવાન પોલીસ ભરતી માટે તૈયારી કરતો હતો

સુરેન્દ્રનગર(SURENDRANAGAR):રાજ્યભરમાં હાર્ટ એટેકના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ વધુ એક બનાવ સામે આવ્યો છે,સુરેન્દ્રનગરમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે.

મળતી માહિતી મુજબ,સાયલાના સુદામડા ગામે રહેતા પ્રવિણભાઇ ભાથાભાઇ ચાવડાના 25 વર્ષીય પુત્ર કલ્પેશભાઇ હાલમાં ટીટોડા-શખપર પ્રાથમિક શાળામાં કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર શિક્ષક તરીકે સેવા આપતા હતા.,સાથે પોલીસ સહિતની સરકારી નોકરી માટે મેદાનની પણ તૈયારી કરતા હતા. શનિવારની વહેલી સવારે સાયલા-સુદામડાના રસ્તે દોડ લગાવી રહ્યો હતો ત્યારે અચાનક પડી ગયો હતો.

ઘટનાની જાણ થતા જ પરિવારજનો નજીક ની હોસ્પિટલ લઇ ગયા હતા,સારવાર મળે તે પહેલા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકના કારણે મોત થયાનું બહાર આવ્યું હતું.અચાનક આમ મોત થવાથી પરિવારજનોએ ભારે આક્રંદ મચાવ્યો હતો.