સુરતમાં નવનિર્મિત બિલ્ડિંગ પરથી લોખંડનો ટેકો 25 વર્ષીય યુવક પર પડતા ત્યાં જ થયું કરુણ મોત.

સુરત(surat):રાજ્યભરમાં મોતના બનાવ ખુબ જ બની રહ્યા છે,હાલ વધુ એક સુરતમાંથી મોતનો બનાવ સામે આવ્યો હતો.,સુરતના પીપલોદ વિસ્તારમાં એક નવનિર્મિત બિલ્ડિંગ પરથી લોખંડનો ટેકો 25 વર્ષીય યુવક પર પડતાં મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ,મૂળ ઉત્તરપ્રદેશનો 25 વર્ષીય વિનોદ સંતરામ વર્મા ડીંડોલી વિસ્તારમાં આવેલી સનસીટી રો હાઉસમાં રહેતો હતો. પૂરો  પરિવાર વતનમાં રહે છે. વિનોદ 9 વર્ષથી બિલ્ડિંગમાં પીઓપીનું કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.

હાલમાં  વિનોદ પીપલોદ વિસ્તારમાં આવેલી નવનિર્મિત બિલ્ડિંગ પેલેડિયમ ટાવરમાં પીઓપી કરવાનું કામ કરતો હતો.,બે દિવસ પહેલા કામકાજ દરમિયાન ચાલતા જતો હતો. ત્યારે ઉપરથી બાંધકામનો લોખંડનો ટેકો પડ્યો હતો. જેમાં વિનોદના માથાના ભાગે ખુબ જ ગંભીર ઇજા પહોંચી હતી.

વિનોદને ઈજા પહોચતા તેના સાથી કામદારો તરત જ સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા,પરંતુ વિનોદનું ટુકી સારવાર બાદ હોસ્પિટલમાં મોત થયું હતું.,તરત જ પોલીસ પણ ત્યાં આવી ગયા હતા,અને વિનોદના મૃતદેહને પીએમ માટે લઇ જવામાં આવ્યું હતું.,જુવાન દીકરાનું આમ મોત થતા પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો હતો.