અમદાવાદમાં કોર્પોરેશનની કચરાની ગાડીએ બાઈકચાલકને અડફેટે લીધો,પાટીદાર યુવકનું કરુણ મોત.

અમદાવાદ(Amadavad):હાલમાં  અકસ્માતની ઘટના ખુબ જ બની રહી છે,અમદાવાદમાં હજુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે,અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં આજે ફરી કોર્પોરેશનના વાહનના કારણે એક સામાન્ય વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. કોર્પોરેશનના કચરાની ગાડીએ બાઈકચાલત યુવકને અડફેટ લેતા તેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે,ઓઢવ રીંગ રોડ પાસે ગઈકાલે મોડીરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભાવેશ પટેલ નામનો યુવક બાઈક લઈને રીંગ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે કચરાના વાહને તેની બાઈકને અડફેટે લીધી હતી. જેના કારણે તે નીચે પડી ગયો હતો અને ખુબ જ ગંભીર ઈજા પહોચી હતી,અને ભાવેશનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

બનાવની  જાણ થતા જ પોલીસનો કાફલો ત્યાં હાજર થઇ ગયો હતો,ટ્રાફિક પોલીસના અધિકારીઓ તેમજ સ્થાનિકો ભેગા થઈ ગયા હતા.ભાવેશના મૃતદેહને તાત્કાલિક પીએમ માટે લઇ જવામાં આવ્યો હતો જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પોલીસને સૂચના આપી છે.

ભાવેશના આમ અચાનક મોત થી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.