રાજકોટમાં પત્નીએ ગળે ફાંસો ખાઈ લેતા પોલીસ ટોર્ચરથી કંટાળી યુવકે આત્મહત્યા કરી.

રાજકોટ(Rajkot):રાજ્યમાં અવાર નવાર આપઘાતના બનાવ સામે આવી રહ્યા છે,હાલ રાજકોટમાંથી આપઘાતનો બનાવ સામે આવી રહ્યો છે,રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકા નજીક સતાપર ગામના એક યુવકે પોલીસના ત્રાસથી ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ,મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે,મારો ભાઈ રમેશ છે અને આજથી એક મહિનો અને 10 દિવસ પહેલાં મારા ભાભીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ પછી મારા ભાઈના સસરા અને તેમના સાળા સહિત લોકો સાથે ચર્ચા કરી સમાધાન પણ કરવામાં આવ્યું છે.

અમે કોઈને એકબીજાને કોઈ તકલીફ નથી, છતાં પોલીસ સ્ટેશનથી અશોક ડાંગર નામના કોન્સ્ટેબલ ફોન કરી વારંવાર નિવેદન આપવાનું કહી મારા ભાઈને દબાણ કરતા હતા.,મારા ભાઈને પોલીસ કોન્સ્ટેબલ અશોક ડાંગર ફોન કરી ધમકી આપતો હતો.