રાજકોટના યુવકને માં મોગેલે આપ્યો એવો પરચો કે,યુવકે યુવકે 25000 રૂપિયા ધર્યા મંદિરમાં…

માં મોગલના પરચા ખુબ જ અપરમપાર છે,માં મોગલ ભક્તોની બધી જ મનની ઈચ્છા પૂરી કરે છે,માં પર વિશ્વાસ રાખવાથી માં ભક્તોના કામ જરૂર પુરા કરે છે,આવો જ એક પરચો રાજકોટના યુવકને માં મોગલે આપ્યો હતો.

માં મોગલે રાજકોટના એક યુવકને  ચમત્કાર બતાવ્યો હતો, આ યુવકે માનતા રાખી હતી અને માનતા પૂરી થતાં તે 25 હજાર રૂપિયા લઈને કબરાવ આવ્યો હતો. તેને માતાજીના દર્શન કર્યા અને 25000 રૂપિયા માતાજીના ચરણે અર્પણ કર્યા.

તે યુવક મણીધર બાપુને મળ્યો અને પરચા વિષે  બાપુને વાત કરી, ૨૫ હજાર રૂપિયા અર્પણ કરવાની વાત કરી. મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને પછી 25000ની ઉપર એક રૂપિયા મૂકીને પરત આપી દીધા. મણીધર બાપુએ કહ્યું કે આ રૂપિયા તેની બહેન અને તેના ફઈને આપી દેવામાં આવે માતાજી તેમાં જ રાજી થઈ જશે.

બાપુએ વધુમાં કહ્યું કે માં મોગલ રૂપિયાના નહિ ભાવના ભૂખ્યા છે,માં મોગલ પર વિશ્વાસ રાખવાથી માં અવશ્ય તેના કામ પુરા કરે છે.