રેલવેના પાટા ક્રોસ કરતી વખતે ટ્રેનની નીચે કચડાઈ જતા જૈન વેપારીનું દર્દનાક મોત…

રાજ્યભરમાં ખુબ જ અકસ્માતના બનાવ સામે આવી રહ્યા છે,હાલમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે,આવો જ એક અકસ્માત નો કિસ્સો મુંબઈના બોરીવલી વેસ્ટ માં સાઈબાબા નગરમાં રહેતા 54 વર્ષના વાગડ જૈન સમાજના દિનેશ ગિંદરા ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમનો અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ,દિનેશભાઈ દરરોજની જેમ પોતાના કામથી ઘરે આવી રહ્યા હતા ત્યારે રાતના સમયે આ અકસ્માત બન્યો હતો.દિનેશભાઈ ની બોરીવલી ઇસ્ટ માં ફરસાણની શોપ છે.રાત્રે 9:30 વાગ્યાની આસપાસ અમારા એક સંબંધીને તેઓ સ્ટેશન પર મળ્યા હતા અને મજામાં છો એવી વાત પણ થઈ હતી.

ત્યારબાદ આ બનાવ બન્યો હતો, રાતના મોડે સુધી તેઓ ઘરે પાછા આવ્યા ન હોવાથી ઘરના લોકો તેને શોધી રહ્યા હતા,તેમનો ફોન બંધ આવતો હોવાથી પરિવારજનો  ખુબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા.

રાતના 10:30 વાગ્યા પછી ફોન આવ્યો હતો કે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. હોસ્પિટલમાં જઈને જોયું તો તેમનું મૃત્યુ થયું હતું, આ સમાચારથી પરિવાર ઊંડા આઘાતમાં ગરકાવ થયો હતો.પોલીસ ઇન્સ્પેક્ટર અનિલ કદમે ‘ મિડ-ડે’ ને જણાવ્યું હતું કે દિનેશ ગિંદરા ને ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેન નંબર 90946 ની ટક્કર લાગતા ગંભીર અવસ્થામાં શતાબ્દી હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું.