રાજકોટમાં સવારે 27 વર્ષની મહિલાએ ગળાફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો,બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી.

રાજકોટ(Rajkot):રાજ્યભરમાં દિવસે ને દિવસે આપ્ઘ્તાની ઘટનામાં વધારો થઇ રહ્યો છે,હાલ વધુ એક રાજકોટમાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યો હતો,ઘટનામાં એક 27 વર્ષની મહિલાએ પોતાના ઘરમાં પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.

રાજકોટના રીંગ રોડ પર આવેલી ગીરીરાજ હોસ્પિટલની સામે બિગ મોમ હોસ્પિટલની બાજુમાં રહેતી  મહિલાનું નામ ભાવનાબેન દિનેશભાઈ સિરવા છે,ભાવનાબેને વહેલી સવારે પોતાના ઘરમાં પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. જ્યારે ભાવનાબેનના પતિ સહિતના પરિવારના સભ્યો સવારે જાગ્યા ત્યારે તેમને ભાવનાબેનનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું.

ઘટનાની જાણ થતા આસપાસના લોકો પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. પછી ઘટનાની જાણ 108ની ટીમને કરવામાં આવી હતી. પછી ઘટના સ્થળે પહોંચેલી 108 ની ટીમે ભાવનાબેનની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

ભાવનાબેને  અચાનક કેમ આવું પગલું ભર્યું તેનું કોઈ કારણ જાણી શકાયું નથી,ભાવના બેનને અચાનક આવા પગલાથી એક દીકરો અને એક દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે,પાડોશીના અહેવાલ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાવનાબેને ઘર કંકાસને લીધે આવું આવું અગમ્ય પગલું ભાયું હોઈ શકે છે.