સુરતમાં પતિના આઘાતમાં તબિયત લથડતાં મહિલાનું મોત,પાંચ સંતાનોએ બે દિવસમાં માતા-પિતા ગુમાવ્યા.

સુરત(surat):રાજ્યભરમાં મોતની સંખ્યામાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલમાં સુરતમાંથી વધુ એક મોતની ઘટના સામે આવી છે,પાંડેસરા વિસ્તારમાં એક મહિલાનું પેટમાં દુઃખાવા બાદ મોત નિપજ્યું હતું. બે દિવસ પહેલાં જ પતિ ગુમાવતા મહિલા આઘાતમાં સરી પડી હતી અને ખાવાનું બંધ કરી દીધું હતું.

મળતી માહિતી મુજબ, પાંડેસરા વિસ્તારમાં આવેલા સનાતન ડાયમંડ નગરમાં મૂળ ઓડિશાના વાલ્મિકી શાહુ નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓ લુમ્સના ખાતામાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જાણવા મળી રહ્યું છે કે લગભગ 11 વર્ષ પહેલા તેમની પત્નીનું બીમારીના કારણે મોત થઈ ગયું હતું.

વાલ્મીકિએ થોડા સમય પછી  બીજા લગ્ન કર્યા હતા. ત્યારે જાણવા મળી રહ્યું છે કે, બે દિવસ પહેલાં વાલ્મિકી જ્યારે લુમ્સના ખાતામાં કામ કરતા હતા. ત્યારે અચાનક જ તેમની હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત થઈ ગયું હતું. પતિના મોતથી પત્નીએ બે દિવસથી ખાવાનું બંધ કરી દીધું હતું. ત્યારે ગઈકાલે રાત્રે અચાનક જ તેમની પત્નીને પેટમાં દુખાવો પડ્યો હતો.

પતિના મોતથી  મહિલા ખુબ જ ઊંડા આઘાતમાં સારી પડી હતી, સંતાનો માતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મહિલાની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. બે દિવસના ગાળામાં જ માતા અને પિતાને ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.