જૂનાગઢના ખેડૂતે મંડળીનું ધિરાણ ન ચૂકવી શકતા આત્મહત્યા કરી,3 પાનાની સુસાઇડ નોટ મળી.

રાજ્યભરમાં આપઘાતના બનાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલ વધુ એક જૂનાગઢમાંથી આપઘાતનો બનાવ સામે આવ્યો છે,જૂનાગઢ જિલ્લાના વાંદરવદ ગામના એક ખેડૂતે સહકારી મંડળીમાંથી લીધેલું ધિરાણ ચૂકવી ન શકતા ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધાનું સામે આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે,તારીખ 28/8/2023 ના જુનાગઢ જિલ્લા સહકારી બેન્ક દ્વારા વાંદરવડના ખેડૂત નાગજીભાઈ રાજાભાઈ સોલંકી ને વાંદરવડ સેવા સહકારી મંડળી માંથી 2,64,000 કે.સી.સી અને 2,76,000 જી.સી.સી ધિરાણ મળી 5,40,000 ધિરાણ લીધેલ લોનની રકમ ભરવા માટેની મુદત પૂરી જતા વ્યાજ તથા દંડનીય વ્યાજ સહિતની રકમ ભરપાઈ કરવા જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા વાંદરવડના ખેડૂતને નોટિસ પાઠવવામાં આવી હતી.

આ નોટિસ મળ્યા બાદ નાગજીભાઈએ પોતાની વાડીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.,નાગજીભાઈ પાસે ધિરાણ ચૂકવવાના પૈસા ન હોવાથી આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે,નાગરજીભાઈ ના ભાઈએ જણાવ્યું હતું કે બાજુની વાડીવાળા ભાઈએ જણાવ્યું હતું કે,મારા ભાઈએ વાડીએ ગળે ફાંસો ખાધો હતો.

આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, ત્રણ પાનાની સુસાઈડ નોટ મળી આવી છે. હાલ આ મામલે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.