રાજ્યભરમાં અકસ્માતના બનાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,વાહન ચલાવવાની બેદરકારીને લીધે અકસ્માત ખુબ જ સર્જાય છે,કેશોદ-જુનાગઢ હાઇવે પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં હાઇવે પર બાઈક સવાર તબીબ અને તેમના દીકરાને એક અજાણ્યા કાર ચાલકે જોરદાર ટક્કર લગાવી હતી.
મળતી માહિતી અનુસાર,ઉમેશભાઈ ભટ્ટ કેશોદના જાણીતા આયુર્વેદિક તબીબ હતા. ઘટનાને લઈને વાત કરીએ તો, ઉમેશભાઈ અને તેમનો દીકરો રોહિત બંને બાઈક લઈને અગતરાય રોડ પર હાઇવે ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન એક ઝડપી હોન્ડાઈ કારે તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.
અને દીકરાની નજર સામે જ પિતાનું દર્દનાક મોત થયું હતું. અકસ્માતની અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા સેવાભાવી તબીબનું નામ ઉમેશભાઈ ભટ્ટ હતું.,ઉમેશભાઈ ભટ્ટ કેશોદના જાણીતા આયુર્વેદિક તબીબ હતા.
આ અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર ઉમેશભાઈ અને તેમનો દીકરો રોહિત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટર ઉમેશભાઈ ભટ્ટનું મોત થયું હતું.ઉમેશભાઈ નું મોત થતા પુરા પંથકમાં શોક છવાઈ ગયો હતો.
ઘટનાને લઈને ઉમેશભાઈ ના દીકરા રોહિતે કારચાલક સામે કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.