કારમાં અચાનક જ LPG સિલિન્ડર ફાટતા કારચાલક યુવક જીવતો સળગી ગયો…એકના એક દીકરાએ પિતાની છ્ત્રછ્યા ગુમાવી.

રાજ્યભરમાં અકસ્માતના બનાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલ વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.ચાલતી કારમાં એલપીજી સિલિન્ડર ફાટતા ભયંકર આગ લાગી હતી. આ કારણસર કારમાં બેઠેલો યુવક જીવતો સળગી ગયો હતો અને તે ગંભીર રીતે દાઝી ગયો હતો.,તેથી તેનું મોત થયું હતું.

મળતી માહિતી પ્રમાણે,10:00 વાગ્યાની આસપાસ પોતાના ઘર માટે એલપીજી સિલિન્ડર લેવા માટે કાર લઈને નીકળ્યો હતો. ત્યારબાદ તે એલપીજી સિલિન્ડરનો બાટલો કારમાં મૂકીને ઘરે આવી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં અચાનક જ સિલિન્ડર ફાટ્યું હતું.

કારની અંદર રહેલો સીલીન્ડર ફાટતા જ ખુબ જ અવાજ આવ્યો હતો, અવાજ સાંભળીને આજુબાજુના લોકો ત્યાભેગા થઇ ગયા હતા,કાર  આખી  બળીને રાખ થઇ ગઈ હતી,તેથી એ યુવાન પણ કારમાં જ બળી ગયો હતો,અને મોત થયું હતું.

સંકેતના પરિવારજનોને તથા પરિવારમાં  ખુબ જ માતમ છવાઈ ગયો હતો, મૃત્યુ પામેલા સંકેતના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. સંકેતને સંતાનમાં એક દીકરો છે. સંકેતનું મોત થતા જ દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જાણવા મળી રહ્યું છે કે સંકેત ઓનલાઇન ના બિઝનેસ સાથે સંકળાયેલો હતો.