જૂનાગઢ(junagadh):રાજ્યભરમાં આપઘાતના બનાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,જૂનાગઢમાં હાલ વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે,ઘટનામાં જૂનાગઢના સરગવાડા ગામે સાસરે રહેતી જાગૃતીબેન ભરતભાઈ વઘેરા તેમના ઘરે જ ગળેફાંસો ખાય આત્મહત્યા કરી હતી.
મળતી માહિતી મુજબ,ડીવાયએસપી હિતેશ ધાંધલીયા એ જણાવ્યું હતું કે, ગઈકાલે સરગવાળા સાસરીયે એક પરિણીતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરેલ હતી તેમાં તેના પિયર પક્ષ દ્વારા સાસરિયા વિરુદ્ધ દુષ્પપ્રેરણ ની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે જાગૃતિબેને તેના પતિ ભરત વધેરા, સસરા જગદીશ વધેરા, સાસુ અને દિયરના ત્રાસથી કંટાળીને સુસાઇડ જેવું પગલું ભરી લીધું છે તેવું પિયર પક્ષના લોકોનું કહેવું છે. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે પિયર પક્ષની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
ડોક્ટર તરફથી જે પ્રાથમિક રિપોર્ટ આપવામાં આવ્યો છે જેમાં પરણીતાનો મોત ગુંગડા મણના કારણે થયું હોવાનું જણાયું છે અને આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ મૃતક પરણીતાના સાસરી પક્ષના ત્રણ સભ્યોને પકડીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.