વડોદરા(VADODARA):આજ કાલ મોતના બનાવ રાજ્યભરમાં ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ વડોદરામાંથી એક મોતની ઘટના સામે આવી રહી છે,વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ધરમપુરી ગામમાં એક યુવકનું તળાવમાં ડૂબી જવાના કારણે મોત થયું છે.
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ધરમપુરી ગામમાં આવેલા તળાવમાં નહાવા પડેલો યુવક અચાનક જ ખુબ જ ઊંડા પાણીમાં ઘરકાવ થઈ ગયો હતો.,આ બાબતની જાણ ગ્રામજનોને થતા સ્થાનિક તરવૈયાની મદદથી યુવાનની શોધખોળ કરવાની કામગીરી હાથ ધરી હતી, પરંતુ સ્થાનિક તરવૈયાની ભારે મહેનત બાદ પણ પાણીમાં ગરકાવ થઇ ગયેલો યુવક ન મળતા આખરે ડભોઇ અને વડોદરા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો.
મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ મુકેશભાઈ બેચરભાઈ તડવી હતું અને તેમની ઉંમર 32 વર્ષની હતી.મળતી માહિતી મુજબ મુકેશભાઈ ગામમાં આવેલા તળાવમાં નહાવા માટે ગયા હતા. તળાવમાં નહાતી વખતે મુકેશભાઈ ઊંડા પાણીમાં ચાલ્યા ગયા હતા અને તેઓ પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ ગામના લોકો અને સ્થાનિક તરવૈયાઓ તરત જ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી આવી હતી,અને મૃતદેહને તરત જ પીએમ માટે પહોચાડવામાં આવ્યો હતો,આ સમાચાર થી મુકેશભાઈ ના પરિવાર પર આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ થઇ હતી.