આ અવસર પર સીમા હૈદરે કહ્યું કે, જિંદગીમાં પહેલી વાર રક્ષાબંધનનો તહેવાર મનાવ્યો છે. આ વાતથી તે ખૂબ જ ખુશ છે કે મેં રાખડી મોકલાવી હતી પણ તેઓ ઘરે આવી ગયા. મને વિશ્વાસ છે કે, કાયદો મદદ કરશે. તો વળી સીમાએ પાકિસ્તાનના નાગરિકોને ત્યાં પણ રક્ષાબંધન મનાવવાની અપીલ કરી છે.
ખ્યાતનામ વકીલ એપી સિંહએ પાકિસ્તાનથી નેપાળના રસ્તે વીઝા વિના ભારતમાં પોતાના પ્રેમી સચિન મીણા સાથે રહેવા પહોંચેલી સીમા હૈદર પાસે રાખડી બંધાવી છે. આ અવસર પર એપી સિંહે કહ્યું કે, બહેન સીમાના બધા દુ:ખ મારા અને મારી બધી ખુશીઓ સીમાને સમર્પિત છે.
તેમણે કહ્યું કે, દેશની પરંપરા, રીતિ રિવાજ, સંસ્કૃતિ અને જીવન પદ્ધતિની અંદર જો બહેનને આર્થિક, શારીરિક, માનસિક અથના કાનૂની જરુર પડશે તો હું હંમેશા તેની સાથે ઊભો રહીશ. તેમણે કહ્યું કે, બહેનનું ઘર ભર્યું રહે, બાળકો ખુશ રહે, આ જ દુઆ કરુ છું. સીમાએ જણાવ્યું કે, તેણે પીએમ મોદી , ગૃહમંત્રી અમિત શાહ અને યૂપીના સીએમ યોગી આદિત્યનાથને પણ રાખડી મોકલી છે.
આ અવસર પર સીમાએ ફિલ્મ અને બિગ બોસ પર એન્ટ્રીને લઈને વાત કરી. સીમાએ કહ્યું કે, બિગ બોસમાંથી ઓફર નથી, બાકીની વાતો વકીલ બતાવશે.