રાજકોટમાં રક્ષાબંધનમાં બહેને ભાઈને આપ્યું નવજીવન ,, બહેને નિભાવ્યો લોહીનો સંબંધ, ભાઈ માટે કર્યું આવું અનમોલ દાન…

રાજકોટ (Rajkot ):રક્ષાબંધનનો પવિત્ર પર્વ આવી રહ્યો છે. ત્યારે એેક બહેને ભાઈને કિડની આપી સાચા અર્થમાં રક્ષાબંધને રાખડી બાંધ્યા બાદ લાંબા આયુષ્યની મનોકામના કરવામાં આવે છે તે વાતને સાચી કરી બતાવી છે.  રાજકોટમાં રક્ષાબંધનના થોડા દિવસ પહેલા જ કિડનીની બીમારીથી પીડાતા ભાઈને બચાવવા માટે બહેને પોતાની એક કિડનીનું દાન કરીને રક્ષા કવચ આપ્યું છે.

મળતી જાણકારી મુજબ , રાજકોટના વાસાવડમાં રહેતા 32 વર્ષના ભરતભાઈ મકવાણાની બંને કિડની ફેલ થઈ જતા બહેન મદદ માટે આગળ આવી હતી અને કંઈ પણ વિચાર્યા વગર તેને પોતાના ભાઈને નવું જીવન આપવાનું નક્કી કરી લીધુ હતું.

ભરતભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ડોક્ટરે કહ્યું હતું કે, તમારી 70 ટકા કિડની ફેલ થઈ ગઈ છે. તે બાદ દવા લીધી એટલે થોડું સારું હતું પણ કોરોના થતાં મારી બંને કિડની સંપૂર્ણ પણે ફેલ થઈ ગઈ હતી. જેથી મને બી.ટી.સવાણી હોસ્પિટલમાં ડોક્ટરે કન્સલ્ટ કર્યું હતું. ત્યારે ડોક્ટરે મને હિંમત આપી હતી અને ડાયાલીસીસ કરાવવાની સલાહ આપી હતી.આ વાતની જાણ બહેનને થતાં બહેને નક્કી કરી લીધું કે, હું મારા ભાઈને ગમે તેમ કરીને પહેલાની જેમ સાજો કરી દઈશ.

પછી મારી બહેને મને કિડની દાનમાં આપી હતી અને આજે મને મારા બહેન થકી મને નવું જીવન મળ્યું છે. ત્યારે ભરતભાઈના બહેન દયાબહેને કહ્યું હતું કે ,,મારો ભાઈ ૬ મહિનાથી ડાયાલીસીસ કરાવતો હતો એટલે મેં વિચાર કર્યો કે ,,   મારે મારા ભાઈનું જીવન બચાવવું છે. ત્યારબાદ મે મારા ભાઈને કિડની આપવાનું નક્કી કર્યું હતું.આ નિર્ણયમાં મને મારા સાસરિયાઓ અને મારા પતિએ સાથ આપ્યો અને મને હિંમત આપી હતી. પછી મે મારા ભાઈને મારી કિડની ડોનેટ કરી.