સુરતમાં જન્મદિવસના બીજા દિવસે હાર્ટ એટેક આવતા 33 વર્ષના યુવકનું દુખદ મોત.

સુરત(surat):રાજ્યમાં હાર્ટ એટેકના બનાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલ સુરતમાં એક હાર્ટ એટેકનો બનાવ સામે આવ્યો છે,જન્મદિવસના બીજા દિવસે હાર્ટ એટેક આવવાના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી મુજબ,મૃત્યુ પામેલા યુવકનું નામ કિરણ સોલંકી હતું અને તેની ઉંમર 33 વર્ષની હતી. કિરણ સોલંકીનું જન્મ દિવસના બીજા દિવસે હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું.,કિરણ સોલંકી આઈકર વિભાગમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. આજરોજ જ્યારે તે પોતાની નોકરી પર હતો. ત્યારે અચાનક જ તેને છાતીમાં દુખાવો પડ્યો હતો. પછી કિરણને તાત્કાલિક ધોરણે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં સારવાર આપ્યા પહેલા જ કિરણનું મોત થયું હતું,આ સમાચારથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.,ખુબ જ દુખદ વાત છે કે આગળના દિવસે કિરણનો જન્મદિવસ હતો અને પછીનો દિવસ તેના મોતનો દિવસ બની ગયો હતો.