શહીદ વીર જવાનની અંતિમ વિદાય વખતે 6 વર્ષના દીકરાએ વર્દી પહેરીને શહીદ પિતાને સેલ્યુટ કર્યું…

ઘણી વાર એવી ઘટના બનતી હોય છે,જેને જોઇને આપણે ધ્રુજી જતા હોઈએ છીએ.એવી જ એક ઘટના સામે આવી છે.અનંત નાગમાં બુધવારે 13 સપ્ટેમ્બર ના રોજ આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલ ચંદીગઢના કર્નલ મનપ્રીતસિંહ નું આજે તેમના ગામ ભડૌજિયામાં અંતિમ સંસ્કાર થયા.

મળતી માહિતી મુજબ,આંતકી હુમલામાં શહીદ થયેલ કરનાર મનપ્રીતસિંહ એ બટાલીયનનું નેતૃત્વ કરી રહ્યા હતા. જેણે બુધવારે સવારે અનંત નાગમાં ઓપરેશન ફરી શરૂ કર્યું હતું, ગોળીબારીમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પછી મૃત્યુ પામ્યા.,પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો હતો.

શહીદ વીરને માત્ર 6 વર્ષનો જ દીકરો હોવાથી પરિવાર ખુબ જ શોકાતુર થયો હતો.,શહીદ કર્નલના છ વર્ષના દીકરાએ પોતાના પિતાને મુખાગ્ની આપી. કર્નલ મન પ્રિતના પરિવારમાં તેમની પત્ની જગમીત ગ્રેવાલ, તેમની મા અને બે બાળકો છે. એક બાળક છ વર્ષનો અને બે વર્ષની દીકરી શામેલ છે.

વીર શહીદ નું પાર્થિવ શરીર જ્યારે મોહાલી સ્થિત તેમના ગામમાં પહોંચ્યો ત્યારે છ વર્ષીય પુત્ર એ પિતાને સલામી આપી. વર્દીમાં આવેલ આ બાળકની વીરતાને જોઈને ત્યાં હાજર સૌની આંખોમાં ગર્વના આંસુ આવી ગયા હતા.બાળકની વીરતા જોઇને હાજર સૌ કોઈ લોકો જોતા જ રહી ગયા હતા.