36 વર્ષીય યુવક રાત્રે ખેતરે જવા નીકળ્યો પરંતુ રસ્તામાં બન્યું એવું કે આખી રાત તડપતો રહ્યો ,,,બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી..

અત્યારે શહેરોમાંથી અવનવા સમાચારો સામે આવી રહ્યા છે એમાં આ બનાવ હદય થંભાવી તેવો બન્યો છે . આ બનાવમાં માં મોડી રાત્રે ઘરેથી બાઈક લઈને ખેતરે જવા નીકળેલા યુવકને રસ્તામાં અકસ્માત બન્યો હતો ..

મળતી જાણકારી મુજબ ,નંદ કિશોર 27 ઓગસ્ટના રોજ રાત્રે 9:00 વાગ્યાની આસપાસ પોતાની બાઇક લઈને ખેતરે જવા માટે નીકળ્યો હતો.,એવું માનવામાં આવી રહ્યું છે કે , રસ્તામાં યુવકની બાઇક સાથે કોઈ પ્રાણી અથડાતા યુવક બાઈક પરથી નીચે પડી ગયો હતો.આ કારણોસર તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યાર પછી તો આખી રાત તે ઇજાગ્રસ્ત હાલતમાં રસ્તા પર પડેલો રહ્યો હતો..આ ઘટના રાજસ્થાનના કોટામાંથી સામે આવી રહી છે.

જ્યારે સવારે પરિવારના સભ્યોને માહિતી મળી એટલે પરિવારના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પછી યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. નંદકિશોરના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો જયારે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી ..

ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે હોસ્પિટલ પહોંચી આવી હતી. અચાનક જ રાતે કયા કારણોસર નંદકિશોર સાથે અકસ્માતની ઘટના બની તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે જંગલી પ્રાણી સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હશે.પોલીસે જરૂરી કાગળિયા કર્યા બાદ મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું.