આજ કાલ રાજ્યભરમાં નાની ઉમરના મોતના બનાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલ એક 18 વર્ષના યુવાનના મોતના સમાચાર સામે આવી રહ્યા છે,આ ઘટનામાં યુવકનું ગંગા નદીમાં ડૂબી જવાથી મોત થયું છે.
મળતી માહિતી અનુસાર,યુવક ગંગા નદીમાં ન્હાવા ઉતાર્યો ત્યારે જોરદાર મોજાના કારણે તે પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો અને તે ઊંડા પાણીમાં ડૂબા લાગ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ આસપાસના કેટલાક લોકો યુવકને બચાવવા માટે ત્યાં પહોંચી આવ્યા હતા.,પરંતુ ત્યાં સુધીમાં તો યુવક ઊંડા પાણીની અંદર ડૂબી ગયો હતો.
આ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે,ઘટના ઘટતા જ સ્થાનિક લોકોએ પોલીસ ને જાણ કરી હતી,પોલીસ ને જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.બિહારમાં બક્સરના નાથ બાબા ઘાટ પર સવારે આ ઘટના બની હતી.
પાણીમાં ડૂબી ગયેલા યુવકનું નામ લકી હતું અને તેની ઉંમર 18 વર્ષની હતી. લકી તેના માતા પિતા નો એકનો એક દીકરો હતો. આ દરમિયાન લકી ઘાટ પર પહોંચે છે ત્યાં તે પગથીયા પર કપડાં ઉતારીને ગંગા નદીમાં ડૂબકી મારવાનું શરૂ કરે છે.,લકી ડૂબવા લાગે છે ને તરત જ બુમાબુમ કરે છે,સ્થાનિક લોકો આવે ત્યાં જ લકી ઊંડા પાણીમાં ગરકાવ થઇ જાય છે.
હાલમાં તો સ્થાનિક તરવૈયા દ્વારા નદીમાં લકીની શોધખોળ કરવામાં આવી રહી છે. હજુ સુધી લકીનું મૃતદેહ મળ્યો નથી. આ ઘટના બનતા જ દીકરાના પરિવાર પર આભ પડ્યા જેવી સ્થિતિ થઇ ગઈ છે,પરિવારે એકનો એક વ્હાલસોયો દીકરો ગુમાવતા પરિવાર ખુબ જ ઊંડા આઘાતમાં સરી પડ્યા છે.