મુબઈ (Mubai ): મુંબઈમાંથી એક હદય થંભાવી દે તેવી ઘટના સામે આવી છે . ગુજરાતના યુવક યુવતી લગ્ન ગ્રંથી માં જોડાય એ પેહલા જ મોત ને ભેટ્યા .મળતી જાણકારી મુજબ ,,કાંતિભાઈની દીકરીની સગાઈ કિશન સાથે થઈ હતી. બંનેના લગ્ન આગામી જાન્યુઆરી મહિનામાં નેરોબીમાં થવાના હતા.માંડવી તાલુકાના રામપર વેકરા ગામના વતની અને હાલમાં કેનીયા નેરોબીમાં સ્થાયી થયેલા કચ્છી પટેલ પરિવારના કાંતિભાઈ ધનજીભાઈ વેકરીયા દર વખતની જેમ આ વખતે પણ પોતાના વતન આવ્યા છે.
20 દિવસ પહેલા તેઓ રામપર વેકરા ગામ આવ્યા હતા. દીકરીના લગ્ન હોવાથી કાંતિભાઈ ખરીદી કરવા અને પરિવારને મળવા માટે અહીં આવ્યા હતા.પાછા નેરોબી જવા માટે તેઓએ 25 તારીખે તેઓ ફ્લાઈટમાં મુંબઈ ગયા હતા.મુંબઈમાં તેમની નેરોબી જવાની ફ્લાઈટ હતી.
પરંતુ કાંતિભાઈની ફ્લાઈટ છુટી જતા એરલાઇન્સ કંપનીએ કાંતિભાઈ ઉપરાંત તેમની પત્ની, બંને દીકરીઓ અને જમાઈ કિશનને સાંતાક્રુઝ વિસ્તારમાં આવેલી ગેલેક્સી હોટલમાં રહેવા માટે રૂમ આપી હતી.ત્યારે અહીં હોટલમાં આગ લાગી હતી અને જેના કારણે આખી હોટલમાં ધુમાડો ધુમાડો થઈ ગયો હતો.
જેના કારણે કાંતિભાઈ અને તેમના પરિવારની ગૂંગળામણને કારણે હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. પછી તેમણે ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.જ્યાં હોસ્પિટલમાં કાંતિભાઈની દીકરી રૂપલ અને તેમના જમાઈ કિશને જિંદગીના અંતિમ શ્વાસ લીધા હતા. બુધવારે મૃત્યુ પામેલા યુવક અને તેની મંગેતરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેવું ગામમાંથી જાણવા મળી રહ્યું છે.