નવસારીમાં 40 વર્ષીય અપરણિત મહિલાએ ગળાફાંસો લઈ જીવન ટૂંકાવ્યું,કારણ જાણીને ચોકી જશો.

નવસારી(Navsari):રાજ્યભરમાં આપઘાતના  બનાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલમાં નવસારીમાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે,આ ઘટનામાં નવસારીમાં એક 40 વર્ષની મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે,નવસારીના ખત્રીવાડ ખાતે રહેતી અપર્ણિત 40 વર્ષે મહિલાએ તણાવ હેઠળ આવી ગળે ફાંસો લઈ જીવનનો અંત લાવી દીધો હતો.ગોકુલધામ, ખત્રીવાડ ખાતે રહેતી 40 વર્ષીય અર્ચના રમણભાઈ પટેલએ તેણે પોતાના મકાનના પાછળ ભાગે બહાર જવાના લોખંડના દરવાજાની ઉપર લોખંડની ગ્રીલ સાથે સાડી બાંધી ગળે ફાંસો લઈ જીવન ચૂકાવ્યું હતું.

આસપાસના લોકોને જાણ થતા બધા જ લોકો ભેગા થઇ ગયા હતા,પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો,અને મહિલાના મૃતદેહને પીએમ માટે લઇ જવામાં આવ્યો હતો.આ ઘટનાને અલીને પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.