સુરતમાં 19 વર્ષના યુવકને નવો મોબાઈલ ન લઇ આપતા કર્યો આપઘાત,પરિવાર ઊંડા આઘાતમાં ગરકાવ થયો.

સુરત(surat):રાજ્યભરમાં આપઘાતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલમાં એંક બનાવ સુરત શહેરમાંથી આવ્યો છે, સચિન વિસ્તારમાં પરિવારે નવો મોબાઈલ ફોન ન લઈ આપતા 19 વર્ષીય યુવકે આપઘાત કરી લીધો હોવાની આશંકા છે.

મળતી માહિતી પ્રમાણે,મૂળ મધ્યપ્રદેશના વતની સંજીવકુમાર શર્મા સચિન જીઆઇડીસી ખાતે આવેલ શ્રીજી પ્રવેશ સોસાયટીમાં પરીવાર સાથે રહે છે. સંજીવ કુમાર શર્મા સચિન જીઆઇડીસી ખાતે લૂમ્સ ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે,માતા અને મોટો ભાઈ કુણાલ શર્મા પણ નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે.

સંજીવ કુમાર શર્માનો 19 વર્ષનો પુત્ર પારસ શર્માનો 10 દિવસ બાદ જન્મદિવસ હતો.,પારસ પિતા પાસે જન્મદિવસ પહેલા નવા મોબાઇલની જીદ કરતો હતો,પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે પિતાએ જન્મદિવસે નવો મોબાઈલ ફોન લઈ દેવાનું જણાવ્યું હતું.

ઘરમાં જ ગળે ફાંસોખાઈ આપઘાત કરી લેતા પરિવાર ઊંડા  શોકમાં ગરકાવ થઈ ગયો છે.,