સુરતમાં 12 વર્ષના સગીરનું અપહરણ કરીને 15 લાખ આપી જવા ફોન આવ્યો, કિડનેપરને પૈસા ન મળતાં બાળક મૃત હાલતમાં મળ્યો.

સુરત(surat):આજ કાલ રાજ્યભરમાં ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે.,પૈસા માટે લોકો કઈ પણ કરે છે,આવો જ એક કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો છે,આ ઘટનામાં આઠ તારીખના રોજ એક 12 વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ બપોરે કામરેજના ઊંભળ ગામની ઝાડીઓ માંથી બાળકનું મૃતદેહ મળી આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે,સુરત જિલ્લાના કડોદરામાં 12 વર્ષનો બાળક બે દિવસ પહેલાં ટ્યૂશનથી પરત ફરી રહ્યો હતો. ત્યારે જ કેટલાક તસ્કરો  બાળકનું રિક્ષામાં આવી અપહરણ કરી ગયા હતા. જે બાદ તેના પરિવારને ફોન કરી 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ પરિવાર આર્થિક રીતે સધ્ધર ન હોવાથી રકમ ચૂકવી શકે તેમ ન હતો. જ્યાં અપહરણના બે દિવસ બાદ બાળકનો ઝાંડી-ઝાંખરામાંથી મૃતદેહ મળી આવ્યો.

ડ્રાઈવિંગનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતા સુધીરકુમાર દુલનારાયણે પોલીસ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, હું મારા બાળક અને પત્ની સાથે કડોદરા ખાતે રહુ છું. મારાં બે સંતાનોમાં સૌથી મોટો દીકરો અમરેન્દ્ર ઉર્ફે શિવમ શ્રીનિવાસ સોસાયટીમાં આવેલી વિદ્યાભારતી સ્કૂલમાં ધોરણ 5મા અભ્યાસ કરે છે.  સાંજના સાડા પાંચથી સાડા સાતના અરસામાં ક્રિષ્ણાનગર ખાતે રહેતા રજનીશભાઈને ત્યાં ટ્યૂશન ક્લાસમાં ગયો હતો.,ત્યાંથી પરત નહોતો આવ્યો.

કિડનેપરે ફોનમાં કહ્યું હતું કે, ‘તુમ્હારા લડકા ઘર પે આયા કે નહીં’. જેથી મેં ‘નહીં આયા’ તેમ કહ્યું તો સામા શખસે કહ્યું ‘આયેગા ભી નહીં, અગર તુમ મુજે 15 લાખ રૂપિયા દોગે તો તુમ્હારા લડકા ઘર આ પાયેગા ઓર પોલીસ કે પાસ ગયે તો ભી તુમ્હારા લડકા નહીં આયેગા’.

સ્ટેશનમાં ફરિયાદ કરવાનું જણાવતાં હું તથા મારી પત્ની સુનિતાદેવી તથા ગૌરવ તથા મારા સાળા સાથે પોલીસ સ્ટેશન આવવા માટે નીકળ્યાં હતાં. તે વખતે આશરે સાડા દશેક વાગ્યાના અરસામાં ફરી મારા મોબાઇલ ફોન ઉપર ફોન આવ્યો હતો, અને મને મારા દીકરા અમરેન્દ્રની  સાથે વાત કરાવી મને જણાવ્યું કે “સુબહ તક પંદરા લાખ કી વ્યવસ્થા કરના મૈં સુબહ બાત કરુંગા ઔર અગર પુલીસ કે પાસ ગયા તો તેરે બચ્ચે કો માર ડાલુંગા. મેરે આદમી તેરે પીછે હી લગે હૈ” તેવું કહીને ફોન કાપી નાખ્યો હતા.

આરોપીને પૈસા ન આપવાથી બાળકનું મૃતદેહ જાડી માંથી મળી આવ્યું હતું. પોલીસે ફરિયાદ નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી,જાણવા મળી રહ્યું છે કે એક આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને કેટલાક શંકાસ્પદ લોકોને પૂછપરછ ચાલુ છે. હવે પોલીસ તપાસ દરમિયાન જાણવા મળશે કે આ અપહરણ માં કેટલા લોકો હતા.,પરિવારના પુત્રનું આમ મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.