સુરત(surat):રાજ્યભરમાં મોતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ વધુ એક મોતનો બનાવ સામે આવ્યો છે, સુરત શહેરના મોટા વરાછા ખાતે આવેલી લીટલ સ્ટાર નર્સરી સ્કૂલની બારીમાં એસીમાંથી ઉતરેલો કરંટ લાગતા પાલિકાના કર્મચારીની 6 વર્ષની દીકરીનું કરુણ મોત થયું હતું, શિક્ષિકા માતા સાથે બાળકી નર્સરીમાં ગઈ હતી. જ્યાં રમતા રમતા એક રૂમમાં પહોંચેલી બાળકીને અચાનક કરંટ લાગ્યો હતો.
મળતી માહિતી મુજબ,મોટા વરાછાના માળી ફળીયામાં રહેતા ચિન્મય માળી સુરત મહાનગર પાલિકામાં સિટી ઈજનેરની ઓફિસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તેમની પત્ની મોટા વરાછા સુદામા ચોક પાસે આવેલી લીટલ સ્ટાર નર્સરી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે.,શનિવારે સવારે ચિન્મયભાઈના પત્ની તેમની 6 વર્ષીય પુત્રી રીવાને નર્સરીમાં સાથે લઈ ગયા હતા. જ્યાં રમતા રમતા માસુમ રીવા એક રૂમમાં પહોંચી ગઈ હતી. જ્યાં બારીમાં એસીમાંથી ઉતરેલો કરંટ રીવાને લાગતા તે ત્યાંજ બેભાન થઈ નીચે પડી હતી.
ઘટનાની જાણ થતા તરત જ બાળકીને બાજુની હોસ્પીટલે સારવાર માટે ખસેડાઈ હતી,ત્યાં હાજર તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી,તરત જ ત્યાં પોલીસ પણ આવી પહોચી હતી,તેમજ તપાસ હાથ ધરી હતી.
એકનું એક દીકરીનું કરંટ લગતા મોત થવાથી પરિવાર પર આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી.