સુરત(surat):રાજ્યભરમાં અંધશ્રદ્ધાને લીધે ખુબ જ મોટા બનાવ સામે આવી રહ્યા છે,સુરતમાં વધુ એક કુસ્સો સામે આવ્યો છે,પેટમાં દુખાવાની તકલીફ સાથે 7 માસના માસુમ બાળકને દવાખાનના બદલે ભુવા પાસે લઈ જવામાં આવ્યું હતું. ભુવાએ બાળક માટે ચીઠ્ઠી બનાવીને આપી હતી. આ દરમિયાન ત્રીજા દિવસે બાળકનું મોત થયું હતું.
ઉધના પટેલનગરમાં રહેતા રાજુ રાઠોડ મજૂરી કામ કરી પત્ની, ત્રણ સંતાનોનું ગુજરાન ચલાવે છે, ત્રણ દિવસ પહેલા તેમના સાત મહિનાના પુત્રને પેટમાં ખુબ જ દુખાવો ઉપડ્યો હતો. બાળકનો પરિવાર તેને દવાખાને લઈ જવાના બદલે રામચોક પાસે તેમના માનીતા ભુવા પાસે લઈ ગયા હતા.
ભુવાએ તેને જોઈ ચિઠ્ઠી લખી આપી હતી,તે દરમિયાન તેની તબિયત વધુ લથડતાં 108ને જાણ કરી હતી. હોસ્પિટલે પહોંચ્યા બાદ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. માસુમ પુત્રને ગુમાવ્યા બાદ પરિવારને ખુબ જ અફસોસ થયો હતો ,તબીબ પાસે લઈ જવાના બદલે ભુવા પાસે લઈ જવાની ભૂલ સ્વીકારી હતી.