અમદાવાદના પટેલ પરિવારે કેનેડામાં પોતાનો એક નો એક દીકરો ગુમાવ્યો , મૃતદેહને ભારત લાવવા માટે 30 હજાર ડોલરનો ખર્ચ થશે.

અમદાવાદ (Amdavad ): છેલ્લા કેટલાય  સમયથી વિદેશમાં રહેતા ગુજરાતીઓના મોતના સમાચાર મળી રહ્યા છે ત્યારે આજે વધુ એક ગુજરાતી યુવકનું મોત નિપજ્યુ છે. ત્યારે વધુ એક ગુજરાતી વિદ્યાર્થીનું કેનેડામાં રોડ અકસ્માતમાં મોત થયુ છે. અમદાવાદનો વર્ષિલ પટેલ થોડા મહિના પહેલા જ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયા હતા.

જ્યાં કેનેડાના બેરે સિટીમાં રોડ ક્રોસ કરતા સમયે ફુલસ્પીડમાં આવતી એક ગાડીએ તેને ટક્કર મારી હતી, જ્યા તેનુ મોત નિપજ્યુ હતું. વર્ષિલ પટેલના મોતથી પટેલ પરિવારનો સહારો છીનવાયો છે.વર્ષિલના મોત વિશે પહેલા તેના માતાપિતાને જાણ કરાઈ ન હતી, તેમને માત્ર અકસ્માત થયાની જ જાણ કરાઈ હતી, પરંતુ જ્યારે તેઓએ જાણ્યું કે તેમનો દીકરો હવે નથી રહ્યો, તો તેઓ ભાંગી પડ્યા હતા. આ અકસ્માતમાં તેમનો ભવિષ્યનો સહારો છીનવાયો છે.

વર્ષિલની બોડી ભારત લાવવા માટે 30 હજાર ડોલરનો જંગી ખર્ચ આવે તેમ હોવાથી મિત્રોએ ક્રાઉડ ફંડિગ શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં લગભગ 21 હજાર ડોલર એકઠા થઈ ગયા છે અને હજુ 9000 ડોલરની જરૂર છે. વર્સિલના મિત્રોએ સોશિયલ મીડિયા પર ટહેલ નાખી છે અને લોકોને ઉદાર હાથે દાન કરવા વિનંતી કરી છે.જેથી વર્ષિલના  પરિવારજનો તેમના દીકરાનું મોઢું જોઈ શકે. પોલીસે આ કેસમાં એક કાર ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે .