રાજકોટમાં 90 વર્ષના દાદીએ ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું,કારણ જાણીને ચોકી જશો.

 રાજકોટ(Rajkot):રાજ્યમાં આપઘાતના બનાવમાં ખુબ જ વધારોથઇ રહ્યો છે,હાલમાં જ રાજકોટમાંથી એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે,રાજકોટના કુવાડવા રોડ પર રોહિદાસપરામાં રહેતા 90 વર્ષીય દાદીમાએ આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી છે.

મળતી માહિતી મુજબ રાજકોટના કુવાડવા રોડ પર રોહિદાસપરામાં રહેતા  90 વર્ષના કડવીબેન પાલાભાઈ જાદવ એ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કડવીબેને આજે સવારે 9 વાગ્યા આસપાસ પોતાના ઘરે ઓસરીમાં છતના હુંક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.

ઘરમાં કોઈ જ હાજર ન હોવાથી કડવીબેને આવું પગલું ભર્યું હતું,તેમનો પૌત્ર ઘરના રૂમમાં સુતો હતો. તેણે બહાર આવી જોયું તો કડવીબેન જમીન પર પડયા હતા. અને દુપટ્ટો છત સાથે બાંધેલો જોવા મળ્યો હતો.,તેણે તરત જ 108 માં કોલ કરીને બોલાવ્યા હતા.

108ની ટીમે કડવી બેનને ત્યાં જ મૃત જાહેર કર્યા હતા,તાત્કાલિક મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યું હતું.કડવીબેનને શ્વાસની બિમારી હતી અને ઉંમરના કારણે માનસિક અસ્વસ્થ પણ રહેતાં હતાં. તેમની દવા પણ ચાલુ હતી જેનાથી કંટાળી પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.