સુરતમાં દીકરીના જન્મદિવસમાં પિતાએ સુસાઈડ કરી લીધું…કારણ જાણીને ચોકી જશો.

સુરત(Surat):રાજ્યભરમાં આપઘાતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલમાં જ સુરતમાંથી એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે,પાંડેસરામાં 4 વર્ષીય પુત્રીના બર્થડેની પાર્ટી દરમ્યાન પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતા પતિએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું.

મળતી માહિતી અનુસાર,મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ પાંડેસરા મહાદેવ નગર ખાતે રહેતા 36 વર્ષના નંદલાલ બેચનલાલ બિંદ ડીજીટલ પ્રિન્ટીંગના ખાતામાં કામ કરતા હતા. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. શુક્રવારે તેમની 4 વર્ષીય પુત્રીનો જન્મ દિવસ હતો. જેથી ઘરે પાર્ટી રાખવામાં આવી હતી.

નંદલાલભાઈ મિત્રો સાથે  ધાબા પર પાર્ટી કરતા હોવાથી જમવામાં મોડુ થતા તેમની પત્ની  ધાબા પર જઈ આ બાબતે રકજક કરી હતી. જેમાં પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતા નંદલાલભાઈએ પત્નીને ધક્કો મારી દેતા તેમની પત્ની નીચે પડી ગઈ હતી. પડી જવાના કારણે તેે થોડો સમય માટે બેહોશ થઈ ગઈ હતી.

ઘટના દરમ્યાન નંદલાલભાઈએ નીચે જઈ પોતાના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા તાત્કલિક ધોરણે  પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તપાસ કરી હતી. જેમાં નંદલાલને પત્નીની ટકોરથી માઠુ લાગી આવતા ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હોવાનું સામે આવ્યું હતું.